સંસ્થા વિશે

સાંસ્કૃતિક પ્રવૃતિ કેન્દ્ર

Divine ધરૂવાડિયું

ડિવાઈન ધરૂવાડિયું એ સાંસ્કૃતિક પ્રવૃતિ કેન્દ્ર છે. આ સંસ્થાની સ્થાપના 2014 મા શ્રી દિનેશભાઈ મજીઠીયા દ્વારા કરવામાં આવી.

નિષ્ણાંતો કહે છે અને સર્વ સામાન્ય અનુભવ પણ છે કે વિદ્યાર્થીઓમાં ગુણો અને કૌશલ્યો નિર્માણ કરવા માટે સાંપ્રત શિક્ષણને ધારી સફળતા મળી નથી.

રોજીની ખાતરી સાથે રાષ્ટ્ર અને સંસ્કૃતિ નિર્માણની કે માનવ્ય ઉભું કરવા બાબતની ચિંતા કરી શકે તેવા વિદ્યાર્થીઓ તૈયાર કરવા પડે.

બાળકને શિક્ષણ આપવા માટે માતા-પિતાની શું અપેક્ષા હોય?

  • વ્યવસાયિક સજ્જતા

  • સર્વાંગ સ્વાસ્થ્ય

  • કુટુંબના જવાબદાર સભ્ય અને સારા નાગરિક

આ બધા મોરચે શિક્ષણે કામ કરવું પડે. તે માટે બિલકુલ ભારતીય કહી શકાય તેવા શિક્ષણની જરૂરિયાત છે.

આ પૂર્વભૂમિકા સાથે divine ધરુવાડિયુંની સ્થાપના કરવામાં આવી.

ઉપનિષદે કહેલા પંચકોશાત્મક વિકાસને કેન્દ્રમાં રાખીએ

ડિવાઈન ધરુવાડિયુંમાં બાળકો કૌટુંબિક વાતાવરણમાં અભ્યાસ કરે છે. ગુજરાત બોર્ડ અને NCERTના પાઠ્યપુસ્તકોનો અભ્યાસ કરે છે પણ બિલકુલ જુદી રીતે –

  • વાસ્તવિક જીવન સાથે અનુસંધાન કરીને
  • LEARNING BY DOING ની રીતે
  • તેમાંથી મૂલ્યો (VALUES) અને જીવનકૌશલ્યો (LIFESKILLS) શીખીને
  • ઉત્સવ અને પ્રસંગ અનુસાર રામાયણ, મહાભારત, ભાગવત, શ્રીમદ્દ ભગવદ્ ગીતા, ઉપનિષદ વગેરે ભારતીય ગ્રંથોનો અભ્યાસ કરે છે.

વિદ્યાર્થીઓના શિક્ષણ માટે સ્વયંસેવક ફેસીલીટેટરસ (શિક્ષકો) કામ કરે છે.

પ્રવાસ, પર્યટન, મુલાકાત, રમત, ગીત, વાર્તા, જૂથકાર્ય, પ્રયોગો, પ્રવૃત્તિઓ – આ બધી આપણી આગવી પદ્ધતિઓ છે. રમતોત્સવ, વાર્ષિકોત્સવ, વિજ્ઞાનોત્સવ ઉપરાંત બધા તહેવારો આપણે ઉજવીએ છીએ.

આ બાળકો પ્રાથમિક કક્ષાએ NIOS માંથી અને GUJARAT STATE OPEN SCHOOLમાંથી SSC અને HSCની પરીક્ષા આપે છે.

આપણે ધરુવાડિયુંમાં જે ખર્ચ થાય છે તે બાળકોના માતાપિતા સરખે ભાગે ઉઠાવે છે.

ધરુવાડિયુંમાં સોમવારથી શુક્રવાર બાળકો અભ્યાસ કરે છે. દર શનિવારે શિક્ષકોનું પ્રશિક્ષણ હોય છે.

નામ અને લોગો વિશે

કૌશલ્યો, સફળતા કે વિકાસને દૈવી સ્પર્શ વિના અર્થ નથી. તેથી Divine શબ્દ મૂકવામાં આવ્યો છે.

કૃષિ અને બાગાયતમાં ધરુંનું ઘણું મહત્ત્વ છે. એક જગ્યાએ રોપ કરી અને અન્ય જગ્યાએ સ્થળાંતરિત કરવાથી મહત્તમ પાક મળે છે. આ રોપ કરવાની જગ્યા તે ધરુવાડિયું.

હનુમાનજીએ જીવનમાં ત્રણ દેખીતા અસામાન્ય કૂદકા માર્યા.

  1. સૂર્યને પકડવા
  2. સીતાજીની શોધમાં અને
  3. જડીબુટ્ટી લેવા માટે.

આ બધા કૂદકાની અસામાન્યતા માનવજાતને ખુદનો વિકાસ અને સાંસ્કૃતિક કાર્યો જેવા વિવિધ ક્ષેત્રમાં માર્ગદર્શક છે.

મિશન

  • સમગ્ર બ્રહ્માંડનો અને આવતી પેઢીઓનો વિચાર

  • રાષ્ટ્ર ઉત્થાનમાં યોગદાન આપી શકે તેવા નાગરિકોનું ઘડતર

  • અર્થોપાર્જન માટે કૌશલ્ય, સજ્જતા અને વલણોનું ઘડતર

  • શારીરિક, માનસિક અને સામાજિક સ્વાસ્થ્ય સાથે સર્વાંગી વિકાસ

  • વિવિધ સંસ્થાઓ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, સરકારી વિભાગો અને તજજ્ઞોને બોલાવીને સ્ત્રોત પૂરા પાડવા

  • સંસ્થામાં કુટુંબ જેવું ભાવાવરણ (emosphere ) જાળવવું

  • સાંપ્રત શિક્ષણ સાથે તાલ મિલાવવા માંગતા માતાપિતાના સંતાનોને પાઠ્યપુસ્તકનું શિક્ષણ મૂલ્યકેન્દ્રી રહીને ઉપરાંત વિશિષ્ઠ પદ્ધતિથી આપવું.

  • સમયની માંગ મુજબ પદ્ધતિઓમાં ફેરફાર કરવો પણ મૂળભૂત મૂલ્યો સાથે બિલકુલ બાંધછોડ નહિ

  • શિક્ષણમાં વ્યવસાયિક કૌશલ્યો, રમત, કૃષિ અને ગાયનું પ્રાધાન્ય વધારવું

Icon

વિઝન

મનુષ્યની પૂર્ણતયા ખીલવણી તેમજ સાંસ્કૃતિક જીર્ણોદ્ધાર અર્થે વિદ્યાર્થીઓને સજ્જ કરવા માટે તપોવન પદ્ધતિનું પુન:સ્થાપન

Icon

ધ્યેય

'कृण्वन्तो विश्वमार्यम्'|

લક્ષ્ય

બ્યુરોક્રેસી, કલેકટર, બેંક ઓફિસર, સંશોધક અને અન્ય મોટા સ્થાન માટે વિદ્યાર્થીઓને તૈયાર કરવા.

શિક્ષક બનવાની માનસિકતા માટે પ્રોત્સાહન આપવું.

ઉદ્યોગસાહસિકતાની માનસિકતા વાળા વિદ્યાર્થીઓને ગોપાલન, કૃષિ, યોગ, આયુર્વેદ અને સૌરઉર્જાના ક્ષેત્ર માટે તૈયાર કરવા.

પદ્ધતિ

પ્રાર્થના: વસુદેવ, ગુરુબ્રહ્મા, યા કુન્દેદુતુષાર, સ્થાને ઋષિકેષ (ગીતા અધ્યાય 11)

રાષ્ટ્રગાન: વૈદિક રાષ્ટ્રગાન (ૐ આ બ્રહ્મન) ઉપરાંત સપ્તાહમાં એકવાર ‘વંદેમાતરમ’ અને જનગણ મન

વાગલે (વાંચન, ગણન, લેખન) પર મહત્તમ ધ્યાન કેન્દ્રિત કરવું. વારંવાર નિદાન કસોટી (રુબ્રિક   આધારિત) લઈને ઉપચારાત્મક શિક્ષણકાર્ય કરવું.

શિક્ષકોને સક્ષમ અને સજ્જ કરવા અને તે માટે જરૂરી શૈક્ષણિક સાધનો, ટેકનોલોજી તેમજ માનવ સંસાધનો વગેરે ઉપલબ્ધ કરાવવા

શિક્ષણ માટેના આધુનિક સાધનો અને અભિગમ (edutainment and teachnology)નો વિવેકપૂર્ણ ઉપયોગ

વાસ્તવિક જીવનના અનુભવો માટે અને ભવિષ્યના પડકારોને સમજવા માટે પ્રોજેક્ટ કાર્યના સ્વરૂપમાં વિદ્યાર્થીઓને સમુદાય વચ્ચે મોકલવા

અધ્યાપન કરતાં અધ્યયન પ્રક્રિયા પર ભાર મૂકી શિક્ષકો ફેસીલીટેટરની ભૂમિકામાં

પાઠ્યપુસ્તકના તમામ એકમનું આપણા પરિપ્રેક્ષ્યમાં આયોજન કરવું

બાળકોના પ્રકારોને મલ્ટીપલ ઈન્ટેલીજન્સ દ્વારા સમજવા અને પ્રવૃત્તિઓનું આયોજન કરવું

જીવન કૌશલ્યોને તમામ એકમમાં વણી લેવા

માતૃભાષાની શુદ્ધિનો આગ્રહ

સંસ્કૃત માટે ત્રીસ્તરીય કામ:

  • અ. વાર્તા-કથન અને શ્લોક કંઠસ્થીકરણ દ્વારા પ્રેમ ઉભો કરવો,
  • બ. વ્યાકરણ પર લક્ષ્ય અને
  • ક. સંભાષણ

અંગ્રેજી માટે ઉતાવળ ન કરવી. ભાષા શીખવાનો કુદરતી ક્રમ listening speaking, reading અને writing એ જાળવી રાખવો. અંગ્રેજીને કમ્યુનિકેશન જેટલું જ મહત્વ. CORRECTNESS કરતાં FLUENCYને અગ્રતાક્રમ આપવો.

હિન્દીમાં પાઠ્યપુસ્તક પુરતું છે. તેમાંથી ગોખવાની પ્રક્રિયા સંપૂર્ણ નાબૂદ કરવી. અનિવાર્ય ન હોય ત્યાં પરીક્ષા પણ ન લેવી. અન્ય માધ્યમો દ્વારા હિન્દી ભાષાનો સંપર્ક રહે છે તેથી અન્ય ભારણ વધારવાની આવશ્યકતા નથી. ગૂજરાત વિદ્યાપીઠની હિન્દી પરીક્ષા માટે પ્રોત્સાહન આપવું.

જેમ ધોરણ નાના તેમ રમત, ગીત અને વાર્તાનું પ્રમાણ વધારે રાખવું.

માતાપિતા પાસે આઉટડોર રમત અને કળા માટે આગ્રહ રાખવો.