સ્થાપક

શ્રી દિનેશભાઈ મજીઠીયા

સ્થાપક
Divine ધરુવાડિયું

મનુષ્યની પૂર્ણતયા ખીલવણી તેમજ સાંસ્કૃતિક જીર્ણોદ્ધાર અર્થે વિદ્યાર્થીઓને સજ્જ કરવા માટે ભારતીય શિક્ષણ પદ્ધતિનું પુન:સ્થાપન- આવા દર્શન સાથે divine ધરૂવાડિયુંની સ્થાપના થઇ.

મોટા મોટા કામો પણ સમય જતાં ક્ષીણ થતાં હોય છે. આ કાળની અસર છે. લુહાર જેમ અગ્નિમાં ધમણ મારતા રહે છે તેમ આવા કામોમાં પણ સતત સ્પીરિટ અને સમજણના ધમણ મારતા રહેવા પડે. તે ન થાય તો અધ:પતન થાય.

તેમાં પણ કોઈ સંસ્કૃતિ પર વિવિધ રીતે આક્રમણ કરી અને વરસો સુધી આયોજનપૂર્વક તે સંસ્કૃતિના અધ:પતન માટે પ્રયાસ થયા હોય તો શું થાય? અને તે અધ:પતનમાં વિકાસ દેખાય તો તો શું બાકી જ રહે?

આપણી સંસ્કૃતિ પર આક્રમણ માટે શિક્ષણનો સાધન તરીકે પૂરો ઉપયોગ થયો છે. તે પ્રક્રિયાને ઉલટાવવા શિક્ષણક્ષેત્રથી જ કામ શરુ કરવું પડે.

સમાજની સ્થિતિ નિરાશ થવાય તેવી નથી. સમાજમાં ખૂબ મોટી સંખ્યામાં સાત્ત્વિક લોકો છે. પણ તેમના મનમાં સાંપ્રત શિક્ષણ છોડવા અંગે ડર છે.

આ બધા સંજોગો જોતાં સાંપ્રત શિક્ષણના કેટલાક ઘટકો, હોમ-સ્કૂલિંગ અને ભારતીય પ્રાચીન શિક્ષણ વ્યવસ્થાના ઘટકોનું સંયોજન કરીને શિક્ષણનું એક માળખું તૈયાર કર્યું છે. તે છે divine ધરૂવાડિયું.