દશેરા

દશેરા - વિશે

  • રાવણના પૂતળાનું માળખું તૈયાર કરવું (માપનની સમજણ, સુથારી કામ)
  • રાવણના પૂતળા માટે કપડાં સીવવા (સીવણ કામ)
  • રાવણનું મુખ તૈયાર કરવું (આર્ટ અને ક્રાફ્ટ કૌશલ્ય)
  • महिषासुरमर्दिनी સ્તોત્ર કંઠસ્થ કરવું
  • દશેરાના એક દિવસ પહેલા બાળકો અને શિક્ષકો બધા પોતાના વિકાસમાં રહેલા દસ અવરોધોને (આપણા અંદર રહેલો રાવણ- અવગુણો) ચિઠ્ઠીઓમાં લખે છે
  • આ ચિઠ્ઠીઓને દશેરાના દિવસે રાવણના પૂતળામાં રાખીને બાળી નાખવામાં આવે છે.
  • દશેરાના કાર્યક્રમની જવાબદારી મોટા બાળકો લે છે. મેદાન પર બધા પ્રકારની સેફટીનું ધ્યાન રાખવામાં આવે છે.

હેતુ

  • ધર્મસંસ્થાપન માટે અવતાર જન્મ લે છે તેની સમજણ પાકી થાય છે.
  • આપણા અંદર રહેલો ખરો રાવણ તે આપણા અવગુણો છે.
  • આવા 10 અવગુણોની યાદી બનાવીને તેને રાવણ સાથે બાળી નાખવાનો છે. એટલે કે આ અવગુણો સામે લડત આપવાની છે.

પરિણામ

  • પોતાના અંદર રહેલા વિકારો માટે જાગૃત થાય અને તેના સામે લડત આપી વિકાસના માર્ગે આગળ વધે.
  • આર્ટ અને ક્રાફ્ટ કૌશલ્ય
  • સીવણકામ
  • માપન
  • સુથારીકામ