વેદ કહે છે: नमो अर्भकेभ्यो |
नमो महद्भ्यो नमो अर्भकेभ्यो नमो युवभ्यो नम आशिनेभ्य: | (ऋग्वेद १:२७:१३)
બાળકને નમસ્કાર તેમ આપણા બધાની અંદરના બાળકને નમસ્કાર.
પણ સાંપ્રત શિક્ષણમાં કેટલીક ગેરસમજણ, વધારે પડતી અપેક્ષા, ક્યાંક ખોટી પદ્ધતિ વગેરેને કારણે બાળપણ છીનવાઈ રહ્યું છે. તેના કારણે માનસિક, શારીરિક, કૌટુંબિક અને સામાજિક ઘણી સમસ્યાઓ સર્જાય છે.
ત્યારે એ સમયની માંગ છે કે ભવિષ્યના પડકારો સામે લડી શકે અને સ્વસ્થ જીવન જીવી શકે તેવું શિક્ષણ બાળકને આપવું પડશે.
સફળ જીવન જીવવા માટે કેટલાક ગુણો અને કૌશલ્યો અનિવાર્ય છે. માણસમાં આ સદગુણો અને કૌશલ્યો ખીલવવાની પ્રક્રિયા તે શિક્ષણ છે. આ પ્રક્રિયા ભાર વગરની હોવી જોઈએ.
સમાજને આવા શિક્ષણનું નિદર્શન બતાવવું જોઈએ.
Divine ધરુવાડિયું આવો એક પ્રયાસ છે.