Skip to content
ગણપતિ ઉત્સવ 10 દિવસ માટે ઉજવવામાં આવે છે.
ગણેશ ચતુર્થીના બે અઠવાડિયા પહેલા બાળકો માટીમાંથી ગણપતીજીની મૂર્તિ બનાવે છે
સંસ્થામાં ગણપતિજીની બે થી ત્રણ ફૂટની મૂર્તિનું સ્થાપન કરવામાં આવે છે.
આ મૂર્તિ બાળકો અને નિષ્ણાંત (ગણેશ વંદના પરિવાર) જોડે મળીને બનાવે છે
મૂર્તિને રંગ કરવા માટે જાતે બનાવેલા પ્રાકૃતિક રંગોનો ઉપયોગ થાય છે
ગણેશ ચતુર્થીના પ્રથમ દિવસે બાળકો દ્વારા જ ભગવાનનું ષોડશો ઉપચાર દ્વારા પૂજન કરી સ્થાપના કરવામાં આવે છે
દરરોજ गणपति अथर्वशीर्ष નો પાઠ કરવામાં આવે છે. બાળકો તે કંઠસ્થ કરે છે.
અંતિમ દિવસે ભગવાનનું પૂજન કરી બાળકો દ્વારા બનાવવામાં આવેલ કૃત્રિમ તળાવમાં તેમનું વિસર્જન કરવામાં આવે છે.
વિસર્જન કરતા પહેલા વિસર્જનની સમજણ સ્પષ્ટ કરવામાં આવે છે.
મૂર્તિપૂજા અને વિસર્જનની સમજણ પાક્કી થાય છે
ભગવાન સર્વવ્યાપી છે. ભગવાન મૂર્તિમાં તો છે જ પણ તે કુદરતના અન્ય તત્વોમાં પણ છે.
વિસર્જન પછી અન્ય તત્વોમાં પણ ભગવાનને જોતા શીખે.
ભગવાન એ સર્જન અને વિનાશથી પર છે. ભગવાન અનંત અને સર્વવ્યાપી છે.
બાળકો માટી કામ કરતા શીખે છે.
પ્રાકૃતિક તત્વો સાથે તાદાત્મ્ય વધે છે.
મૂર્તિ બનાવવાથી એકાગ્રતામાં વધારો થાય છે
મૂર્તિપૂજા અને વિસર્જનનો ખ્યાલ વિકસે છે.